#રાહ
ક્ષણ ક્ષણ ને જકડી રાખ્યો છે તે મારા
ક્યાંથી ખોળી લાવું હુ લક્ષણ તારા.
નમ્રતાના પરીક્ષણ થઈ રહ્યા છે મારા
ક્યારે સંગાથી બની જાય છે બિચારા.
પરપોટા સમ હ્યદય રાહ જોવે તમારા
ક્યારે આવશો પ્રિયે પૂછી રહ્યા છે લાચારાં.
મન વ્યથા શી રીતે પ્રકટ કરે ધુતારા
એતો વિશ્વાસના નામે ફક્ત રાહ જોવે તમારાં.
વિષને અમૃત જાણી એતો મસ્તીમાં પીનારા
સામે પાર એતો લાશ બની જીવનારા.
શું કરવું અમે તો વચનના બંધાણી થનારા
પ્રિયે રાહ તો અમે સ્મશાન સુધી જોનારા.
#પ્રેમ