#Kavyotsav
#કાવ્યોત્સવ
#શબ્દરંગ
#આંખનીમર્યાદા
આંસુઓને આંખમાંથી છલકાવું પડે છે,
આંસુ વહેતાં રોકવાની આંખની મર્યાદા છે.
આંખમાંથી છલકાતા આંસુઓને થીજાવું પડે છે,
સતત છલકાતા રહેવાની પણ આંખની મર્યાદા છે.
આંખોની ભાષામાં ક્યારેક બોલવું પડે છે,
હંમેશાં ચૂપ રહેવાની આંખની મર્યાદા છે.
આંખમાંથી પ્રેમના ધોધને વહેવું પડે છે,
પ્રેમને કેદ રાખવાની પણ આંખની માર્યાદા છે.
આંખનાં અંગારાને બહાર લાવવા પડે છે,
ગુસ્સો ના જતાવવાની આંખની મર્યાદા છે.
પોતિકાઓની અનીતિ સામે આંખ ઉંચી કરવી પડે છે,
બે આંખની શરમની પણ આંખની મર્યાદા છે.