લાગે ડર રિવાજો ના આડશે થતી દેખાદેખી થી
લાગે ડર ધાર્મિકતા ના નામે થતા ધજાગરા થી
લાગે ડર સ્ત્રી પુરુષ ના થતા ખોટાં ભેદભાવ થી
લાગે ડર અતિશયોક્તિ ભરી ભ્રામક વાતો થી
લાગે ડર ખુલ્લી આંખે દેખાતા સત્યને ન જોવા થી
લાગે ડર અત્યાચારથી વધારે થતા મૌન આક્રંદ થી
લાગે ડર ઓળખાણ નામ ના હથિયારની આડશે થતા દુષ્કર્મ થી
-Shree