સુરતના ડુમસ વિસ્તારમાં એક દિવસ અચાનક કોઇ રોડ ઉપર સોનાના સિક્કાનો વરસાદ થયો...!!
તે રોડ ઉપર જતા આવતા લોકોને સોનાના સિક્કા મળ્યા જે લોકોને આવા સીક્કા મળ્યા તે લોકોએ ગામમાં આવીને આ વાત વહેતી કરી કે ફલાણા રોડ ને વિસ્તારમાં સોનાના સિક્કા જમીન ઉપર વેરાયેલા મળેછે આ જાણીને ગામના સૈ કોઇ ત્યા જવા ભાગમભાગ કરવા લાગ્યા ને ખરેખર લોકોને સોનાના સિક્કા મળતા પણ હતા આથી તે રોડ ઉપર એક જાતનો માનવ મહેરામણ થવા પામ્યો સૈ કોઇ સોનાના સિક્કા શોધવા અધીરા બની ગયા કોઇ રોડ ઉપર શોધતા હતા તો કોઇ રોડની આજુબાજુ ઝાડીઓમાં શોધતા હતા આમ આખો દિવસ ને આખી રાત કામ ચાલ્યુ બિચારી પોલીસને આ અંગે જાણ થતાં તેમને પણ ત્યા ભાગવું પડ્યું કે સાલું આ સોનાના સિક્કા જેવુ છે શું!
સિક્કા નાના ચોરસ સ્કેવરમાં હતા
ત્યાર બાદ તેની ખાસ તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે આ કોઇ સિક્કા સોનાના નથી પણ બલ્કે પિત્તળનાછે ને આ તે કેવી રીતે બન્યુ તેની પણ એક જાણકારી મળી છે કે આ સિક્કા લઈ ને કોઇ આ રોડ ઉપરથી કોઇપણ કામ માટે જઇ રહ્યુ હતું ત્યારે તેમની પાસે રહેલી ઘણી બધી બેગોમાંથી એક બેગ ફાટી ગઇ હતી તેમાંથી આ સિક્કા આમતેમ રોડ ઉપર વેરાતા હતા...
બસ પણ લોકો એમ સમજી બેઠા કે આ સિક્કા ઉપર આકાશમાંથી પડતા હશે આથી લોકો ભગવાનના એક પ્રસાદ સ્વરુપે ને થોડી ઘણી સોના પ્રત્યેનો પ્રેમ જે લોકોને હતો તે તેમને આવા સોનાના સિક્કા શોધવા કે લેવા તેમને તે રોડ ઉપર ખેંચી જતો હતો.
શુ આમ કયારેય બની શકેછે!
જી હા ભારતમાં આ બધુ જ બની શકેછે.