પ્રણયનું મેઘધનુષ
જાંબલી રંગમાં પ્રિયતમની ગાઢ મૈત્રી સમાય ને,
નીલો રંગમાં ઊજાસ પ્રિયતમાની આંખોનો.
વાદળી રંગ પરસ્પરના સ્નેહ વાદળનો ને,
લીલો રંગ રોજ અંકુરિત થતા પ્રણય ફાલનો.
પીળો રંગ પ્રિયતમની પીઠીનો ને,
નારંગી રંગ પ્રિયતમાની હથેળીમાં મહેંદીનો.
રાતો રંગ સોહે સદા ગાલની લાલીમાં.
ને ,
વિરહની વેદનાએ છલકતી નેત્રની પ્યાલીમાં..
-ડૉ.સરિતા (માનસ)