#પ્રકૃતિ તત્ત્વો


કોઈ તો પૂછો એ કડવા લીંબડાને કે,
કેવી છે એ તારી શીતળ છાંયા,
કે જેણે ઠારી થાકેલા મુસાફિરની કાયા!

કોઈ તો પૂછો એ ઉકળતા ભાનુને કે,
કેવી છે તારી અને આ ધરણીની મિત્રતા,
જેણે દૂર રહેવા છતાં અનંતકાળોથી પામી પવિત્રતા !

કોઈ પૂછો તો ખરા એ બાગમાં ખીલેલા ફુલને કે,
કેમ ક્ષણભરના જીવનમાં ઘણી સુવાસ આપી જવાય છે,
વસંતમાં ખિલાય ને પાનખરમાં ખરી જવાય છે !

કોઈ તો પૂછો એ કાળીયા કાનને કે,
કેવી હતી એ તારી અને રાધાની પ્રીત,
કે જગત આખું દોડે જાણવા તારી એ પ્રેમ કરવાની રીત !

કોઈ પૂછો એ ચકોરી ની રાહે બેઠેલા ચકોરને કે,
કેવી હોય છે એ પૂનમની ચાંદની,
જેણે પુરી કરી આશ એ જોડના મિલનની !

Gujarati Poem by Kiran : 111587907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now