મીરાંનો પત્ર...

હે કાન...!
કેમ છો મજામાં ને..?

                       બસ આપની યાદ આવતાં અને આપને વિમાસણમાં જોઈને પત્ર લખવાનું મન થયું.. પ્રેમભક્તિમાં તલ્લીન તો હરહંમેશ હું હોઉં જ છું. પણ આજે થયું કે , ચાલને આજે દિલના હાલ લખી જ લઉં ને મોકલી દઉં વ્હાલા કૃષ્ણને..

મારો આ પત્ર રાધાને પણ જરૂર વંચાવજો..મને ખબર છે આજકાલ એ તમારાથી રિસાઈ બહુ જાય છે.. એમના મનનો સંદેહ આજે દુર થઈ જશે..

આજીજી સાથે કહું છું..

હા રિસાય છે રાધા એને હક છે,
હા રિસાય છે રાધા એને હક છે,
પણ મારી ભક્તિ તો અખંડ છે ,
શું એમ કેમ એને કોઈ શક છે..!


સ્વપ્નમાં દીધા મેં કૃષ્ણ ને રાધા રિસાઈ ગયી મારાથી..
સ્વપ્નમાં દીધા મેં કૃષ્ણ ને રાધા રિસાઈ ગયી મારાથી..

કેમ સમજવું રાધા તને..
મીરાં નામ છે ભક્તિનું પ્રેમ તો હજુ પણ તુજ છે...ડિયર.
હું ભલે રહી કાનના મનમાં પણ  તું તો દિલની છે.. નિયર..

મીરાં સત્ય છે , પણ કાના નો ગુરુર તો તું જ છે રાધા ..ડિયર.
છે કૃષ્ણના હોઠે રાધા જ રાધા નામ, પછી શાની છે તને ફિયર.

બસ આમજ રિસાઈને કાનને કેમ કરે આકુળ-વ્યાકુળ ડિયર.
તંબુરો મારો ભલે કૃષ્ણ જપે, કાનના વાંસળીના સુરે રાધા નામ છે ક્લિયર..

આજીવન કરી ભક્તિ તોય નથી પામી સ્થાન તારા જેવુ ડિયર
હવે છોડીને રિસમણા-મનામણા, કાનની થોડી કરી લેને કદર

..લિ. મીરાં
એક પ્રેમભક્તિ દિવાની


#મીરાંની વ્યથાની કથા

#કથા

Gujarati Poem by Bhavna Jadav : 111549030
Krishna 4 year ago

Wahhhh superb 👌👌👌👍👍👍👍

Purvi 4 year ago

Wahhhh it's really awesome dear..... ☺☺☺

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now