આંખોમાં અશ્રુની ધાર રુદન અકળાયછે ઈશ્વર,
બાહ્ય ચિત્કાર, ભીતર મૌન બહુ મુંજાય છે ઈશ્વર.
બધુજ મારુ ને છતાં તારા નામથી શરૂ થાય ઈશ્વર,
આમ જોવો તો તારાથી છૂપું ક્યાં કાંઈ થાયછે ઈશ્વર?
રોજ મરે સંવેદના, માણસ લાશ થતો દેખાયછે ઈશ્વર,
તારીજ સર્જનકલા પર થતો જાયછે કેમ સવાલ ઈશ્વર?
લાખ ડૂબકી મારી ગંગામાં પાપ સાથે વહી જાયછે ઈશ્વર,
સાંભળ્યું હોમ હવન પૂજાથી જલ્દી રાજી થાયછે ઈશ્વર.?
સવાલ નાનકડો, જટિલ સમો થતો જાયછે ઈશ્વર,
શ્રદ્ધા, શંકા, ધર્મ-ધર્માંધ વચ્ચે બોલ તું ક્યાં જાયછે ઈશ્વર?.
વિરાજ પંડ્યા.
,
#ધર્માંધ