પાપડનું નામ તો સૈએ સાંભળ્યુ હશે ને પાપડ ખાધા પણ હશે ચાલો આજે થોડીક પાપડની વાત કરીએ,
આજથી સિતેર વર્ષ પહેલા મુંબઇની એક ચાલીમાં સાત બહેનપણીઓ રહેતી હતી નવરાશના સમયે એટલી બધી કંટાડી જતી હતી કે ના પુછો વાત
તેમાંના એક બહેનને વિચાર આવ્યો કે આપણે બધા નવરાશના સમયે ખોટાં ગપ્પા મારીએ છીએ તો એના કરતાં કંઇક એવો કામ ધંધો શોધી કાઢીએ તો વાતોય થશે ને કામેય થશે ને હાથમાં બે પૈસો પણ બધાને દેખાશે..
બધા આ બહેનની વાતમાં તરત સંમત થયા ને વિચાર્યું કે આપણે શું બનાવીએ કે તે બજારમાં પણ વેચાય ને ઘરોમાં પણ વેચાય તો એક બીજી બહેને પાપડનું નામ આપ્યુ કે ચાલો સૈ મળીને પાપડ બનાવીએ તો આ સાંભળીને બધા પાપડ બનાવવા માટે રાજી થઈ ગયા હવે રહી પૈસાની વાત કારણકે તેને માટે થોડીક મુડી પણ જોઇએ
શેરીમાં એક ભાઇ એક પેઢીમાં (આંગડીયા) કામ કરતા હતા તો સૈ બહેનોએ તેમને વાત કરી કે અમારે પાપડ ઉધોગ ચાલુ કરવો છે તો તમારી પેઢીમાથી આ માટે થોડીક લોન મળી જશે ભાઇ કહ્યુ કેમ નહી તમારા દરેક ના રહેઠાણ કાગળીયા મને આપો હું મારા શેઠને વાત કરી જોઇશ પછી બધી બહેનોએ પોતપોતાના રહેઠાણના કાગડીયા પેલા ભાઇને આપ્યા પછી પેઢીએ તે દરેક કાગળીયા તપાસીને બે ચાર જામીન સાથે તેઓને સિતેર હજારની લોન આપી પૈસા મળ્યા પછી બધી બહેનોએ પાપડ બનાવવાનું ચાલુ કર્યુ સાત બહેનપણીઓની સાથે સાથે બીજી નવી બહેનો પણ આ કામમાં જોડાવા લાગી પાપડ તૈયાર થઈ ને તેમને દુકાનોમાં વેચવા મુક્યા પાપડ બજારમાં વધુ ફેલાવાથી ગૃહીણીઓની ફેવરેટ ચીજ બનવા લાગી આમ ને આમ આ પાપડ ધંધાએ પણ સમય જતા મોટુ સ્વરુપ લેવા માંળ્યુ
એક નાના ઘરમાંથી એક મોટો હોલ, એક મોટા હોલમાંથી એક મોટું મકાન, એક મોટા મકાનમાંથી એક નાની ફેકટરી, એક બે ત્રણ બ્રાન્ચો ધીમે ધીમે વધવા લાગી પછી તો દેશ ને દુનિયામાં સૈની પસંદગીની એક મોટી પાપડની બ્રાન્ડ બની ગઇ આજે આ પાપડની ફેકટરીનું વરસે એક હજાર ને છસો કરોડનું ટનઓવર કરેછે
નામ છે લિજ્જત પાપડ...😋