જીવનનાં દરેક ક્ષેત્રમાં કોઈપણ કાર્ય સારી રીતે કરવું હોય તો એ માટે ગુરુની જરૂર રહે છે.પછી એ ક્ષેત્ર કોઈપણ હોય શકે.જેમ કે એ ક્ષેત્ર શૈક્ષણિક પણ હોય હોય શકે કે પછી અન્ય ક્ષેત્ર પણ હોય શકે. દરેક ક્ષેત્રમાં ગુરુ વિના કોઈપણ કાર્ય પુર્ણ નથી થઈ શકતું.નાના હતાં ત્યારે સુવિચારો લખતા ત્યારે આ સુવિચાર અચૂક જ લખતા હતાં.
"ઝાડ વિના પાન નહી ગુરુ વિના જ્ઞાન નહી.."
જેવી રીતે પાનનું મહત્વ ઝાડ વિના અધૂરું છે એવી જ રીતે જ્ઞાનનું મહત્વ ગુરુ વિના અધૂરું છે.
અષાઢી પુનમે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવે છે.એમ કહેવામાં આવે છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ દિવસ હોવાને કારણે આ પર્વ મનાવવામાં આવે છે.
"ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર શ્રેષ્ઠ વ્યક્તિ."
"અજ્ઞાનનો નષ્ટ કરનાર બ્રહ્મરૂપ પ્રકાશ એટલે ગુરુ."
સાદી ભાષામાં કહીએ તો જે આપણને શીખવે એ આપણાં ગુરુ. તો આપણી જિંદગીમાં આપણને સૌ પ્રથમ આપણને કાઈ પણ જો શીખવ્યું હોય તો એ છે આપણી સૌની "માં".દરેકનાં જીવનમાં સૌ પ્રથમ ગુરુ આપણી માં જ છે.ત્યાર પછી આપણા જીવનમાં આપણાંથી મોટા આપણાં વડીલો જેમની પાસેથી આપણે કઈ ને કઈ આપણે હંમેશા શીખીએ છીએ. એટલે એ તમામ આપણી માટે આપણાં ગુરુ છે.
જેમ પારસમણી લોઢાને સોનુ બનાવે છે એમ સાચા ગુરુ શિષ્યને સાચું જ્ઞાન આપે છે.
જેમ પુનમનો ચંદ્ધ અંધકારને દુર કરી રોશની ફેલાવે છે એમ ગુરુ પણ શિષ્યને અંધકારમાંથી બહાર લાવી પ્રકાશ તરફ લઈ જાય છે.
સુર્યનો પ્રકાશ આપણને ગરમી આપે છે.જ્યારે પૂર્ણિમાનો પ્રકાશ આપણને શીતળતા આપે છે.જેમ પૂર્ણિમાની રાત આપણને અંધકારમાંથી પ્રકાશ આપે છે એમ ગુરુ પણ આપણને અજ્ઞાનરૂપી રૂપી અંધકારમાંથી પ્રકાશ આપે છે.
ગુરુ જ છે જે શિષ્યને સાચો માર્ગ બતાવે છે.સાચી દિશા બતાવે છે. એટલે જ તો ગુરૂ માટે કહેવાયું છે કે,
"અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર શ્રેષ્ઠ વ્યક્તિ."
ચાણક્યજી એ તો ખૂબ જ સરસ કહ્યુ છે કે,
"शिक्षक कभी साधारण नहीं होता,
प्रलय और निर्माण उसकी गोद में पलते है।"
કહેવાનો અર્થ એટલો જ છે કે,ગુરુ કે શિક્ષક એક એવી પ્રતિભાશાળી વ્યક્તિ છે જે શિષ્યને ઇચ્છે એ બનાવી શકે છે.
કબીરજી એ ગુરુનો મહિમા બતાવતા ખૂબ જ સરસ કહ્યુ છે કે,
"ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાઇ,
બલી હારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય
કબીરા ગોવિંદ દિયો બતાય..."
આ દોહામાં ગુરુનું મહત્વ ઇશ્વર કરતા પણ વધું દર્શાવવામાં આવ્યું છે.
ગુરુ એટલે જીવનનાં દરેક તબક્કામાં આપણને કઈક નવું શીખવી જાય. ગુરુનાં મહત્વની વાત હોય અને એમાં કબીરજીનો આ દોહો ન આવે એવું તો ક્યારેય બને જ નહી.
અંતે બસ આટલું જ,
"ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ"
🙏🙏🙏🙏🙏