Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
#હૂંફ
હૂંફ ની વાત કરું તો હુંફ એટલે સુ? એક એવો સહારો કે જ્યાં તમે તમારું સર્વસ્વ મૂકી અને અને મન ની શાંતિ અનુભવી શકો.
કોઈ પેશન્ટ હોય અથવા તો તે પેશન્ટ અસાધ્ય રોગથી પીડાતો હોય અને ડોક્ટર અથવા તો ગમે તે માણસ તેના માથા ઉપર પ્રેમ થી ફેરવેલ હાથ. તેને પરમ શાંતિ મળે છે , તે છે હૂંફ.
કોઈ ડિપ્રેશનમાં હોય છે તે ખૂબ જ ચિંતામાં તણાવ માં હોય છે અને જ્યારે, તમે તેની સાથે બે ઘડી શાંતિથી વાત કરો છો, તેના ઉપર હાથ ફેરવો છો. તેને એક સહારો આપો છો તો તે કહેવાય છે હુંફ.
ઘરડા મા-બાપ ને
તેનો એક સહારો બની તેની એક લાકડી બનીને તેની સાથે ચાલવું તેના ખભે ખભા મિલાવીને તેની સાથે વાત કરવી જે તેને અહેસાસ થાય છે અને મા-બાપની જે લાગણી એક સુખ અનુભવે છે પરમ આનંદ મળે છે ને તે કહેવાય હૂંફ.
આખો દિવસ થાકીને જ્યારે પતિ ઘરે આવે છે અને એ પત્ની મલકાતી મલકાતી હાથમાં પાણી આપે છે અને તેની સાથે પ્રેમભરી વાતો કરે છે ને ત્યારે તેને મળે છે હૂંફ.
જ્યારે પિતા ઘરે આવે છે આખા દિવસનો થાક છતાં બાળક સામે આવીને જ્યારે તેને ભેટી પડે છે અને તે પિતા પોતાના બાળક ને ઊંચકી ને તેને કિસ કરે છે, ને અને આખા દિવસ નો થાક એ બાળક ના પ્રેમ ભરેલી હૂંફ થી ઉતરી જાય છે તે છે હૂંફ.
અને બીજા દિવસે વધુ કામ કરવાની પ્રેરણા મળે છે.
જ્યારે પ્રેમમાં બ્રેકઅપ થઈ જાય છે, અને એ વ્યક્તિ એકલતા અનુભવતો હોય છે ,તેને કોઈક ના સહારાની જરૂર હોય છે,અને કોઈ પણ તેનો મિત્ર આવી ને તેનો હાથ પકડે છે તેની સાથે વાતો કરે છે તેનો અહેસાસ કરાવે છે કે જીવનમાં હું છું તારી સાથે અથવા તો કોઈપણ વ્યક્તિ આવીને તેનો હાથ સ્પર્શ કરી એનો હાથ પકડે અને તેને હૂંફ નો અનુભવ થાય છે.તે છે હૂંફ.
એક પિતા પોતાની દીકરી કે દીકરા ને બધી વાતો શૅર કરે છે,અને તે દીકરી કે દીકરો એ પિતાની વાતો શાંતિ થી સાંભળે છે જીવન માં ઉતારે છે,અને તે પિતા ને મન ની શાંતિ અનુભવાય છે.ને તે અતુલ્ય હોય છે તે છે હૂંફ.
હૂંફ એટલે કે જે માણસ ને ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય, તેને એવું લાગે કે ભગવાન મારા સન્મુખ છે,અને ત્યારે ભગવાન તેને અહેસાસ કરાવે છે,તે પરમ તત્વ અહેસાસ કરાવે છે, અને એ માણસના આત્માને શાંતિ મળે છે ને તે હૂંફ અનુભવે છે.
આજના જમાનામાં વાતો ની આપ લે નથી થતી હૂંફ નો અભાવ છે,તેથી અમુક લોકો ડિપ્રેશન નો ભોગ બની જતા હોય છે એકલતા અનુભવતા હોય છે. અને પછી આત્મઘાત કરવાના પ્રયાસો કરે છે. ત્યારે તેના જીવનમાં જો કોઈ એવી વ્યક્તિ હોય જે તેનો સહારો બનેને તોય તેને હૂંફનો અહેસાસ થાય છે. અને તેવું પગલું ભરતા બચી જાય છે.
કોઈ માણસ સારું કામ કરે છે અને તેના આપણે ખાલી વખાણ કરીએ ને તો પણ તેને હૂંફ નો અનુભવ થાય છે.
લાસ્ટ ,
માં હું એટલું જ કહીશ કે પોતાનું માથું બીજાના ખભે મૂકી અને પોતાની વાતોને શેર કરી શકીએ અને શાંતિ મળે,અથવા તો બીજાનું માથું આપણા ખભા ઉપર રાખી ને શાંતિ નો અનુભવ કરી શકે તે છે હૂંફ.
🌹 રાધે રાધે🌹
🌹જય શ્રી ક્રિષ્ન🌹
✍️માહી.