#મંદબુદ્ધિ
સાચું કહું તો જ્યારે જ્યારે મંદ બુદ્ધિના બાળકોને કે વ્યક્તિઓને જોઉં છું ત્યારે ત્યારે ઈશ્વર ઉપર મને અનહદ ગુસ્સો આવે છે થાય છે મનમાં એવું કે ઈશ્વરને કહી દઉં કે શા માટે તે આવો અન્યાય કર્યો હજી પણ આપણો સમાજ આવા માણસો તરફ નફરત ની દૃષ્ટિએ જુએ છે અને તેના માતા-પિતાને તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે ઘણા એવા બાળકો પણ મેં જોયા છે કે જેને સાંકળથી બાંધી રાખવામાં આવે છે તેની શું ભૂલ છે? ઈશ્વરે જ તેનું સ્વરૂપ એવું રચ્યું તો એમાં એ શું કરે? આવા બાળકો સાથે સહાનુભૂતિ અને વાત્સલ્ય રાખવું જોઈએ નહીં કે ધિક્કાર કે તિરસ્કાર આવા બાળકોમાં પણ કોઈ ખાસ કાબિલયત હોઈ શકે છે પણ જો તેમને તેમની શાળામાં મૂકવામાં આવે તો જ ખ્યાલ આવી શકે. માટે માતા-પિતાએ પણ જાગૃત થવું પડે અને યોગ્ય પગલાં ભરવા જોઇએ ઈશ્વરે દરેક માં કોઈક ને કોઈક તો હુન્નર કે કૌશલ્ય આપ્યું જ હોય છે બસ તેને ઓળખવું જ જરૂરી હોય છે...

Gujarati Blog by Bindu _Maiyad : 111455880
Bindu _Maiyad 4 year ago

Ohh... 🙏🙏🙏🙏💐💐

Kavita Gandhi 4 year ago

Darek badak ni kai ne kaik visheshta hoy che. I have also a special kid. I Manage her very well from 14 years. She can't walk & talk. But i understand her body language

Solanki Dashrathsinh 4 year ago

સાચી વાત તમારી.... ખુબ સુંદર.... 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now