#સફર છે આ અનંત ,મુસાફર થઈને દોડું છું , કેટ કેટલl જીવી ગયા ને કેટલું જીવવા દોડું છું?,

આ સફર માં સાથી મળ્યા બે ચાર ,નિંદા ,લોભ ,લાલચ અને પાપાચાર .

માટી ના માનવી થઈને કાગળ પાછળ દોડું છું,એની વાંહે નિષ્ઠા ,સંબંધ ,નીતિ અને પ્રેમ હું છોડું છુ .

યંત્રવત જીવન ને યંત્રવત સંબંધો ,ઘડિયાળ ના કાંટે કાંટે જીવું હું થોડું છું ,સંબંધો ના ક્ષેત્રફળ માં પાયા વિના ગણતરી હું જોડું છું.

કોના માટે મૂકી ને જઈશ એ બે છેડા જોડું છું ,બગાડી બધી બાજી આ કાગળ ના પૈસા એ ,કોઈ હશે છેલ્લા શ્વાસે એ આશા હું તોડું છું ,

માટી નો માનવી થઈને કાગળ પાછળ દોડું છું.#

Gujarati Blog by Nidhi kothari : 111445189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now