પ્રભુ તારા ખેલ છે ન્યારા
સમય ના શિકાર બનાવ્યા ઠાલા...
ધરતીકંપ નો અનુભવ કરાવી,
રાખ્યા ઘર ની બહાર...
ગોધરાકાંડ ની કોમી માથાકૂટ
ડર ની ભીતિ ભારે...
કોરોના ની મહામારી આ
માણસ ઘર ની અંદર
એકબીજા થી અંતર રાખી
માણસ માણસ થી દૂર....
પ્રભુ એ સમય બતાવી
ગોઠવ્યા એમાં સૌને...
સમય રમાડે, સમય બગાડે
સમય સાચવે પણ સૌને...
સમય ના શિકાર બન્યા સૌ એ...
પ્રભુ તારા ખેલ છે ન્યારા
પામી ના શક્યા એને કોઈ એ.....
#શિકાર #