Prem_222:

*માધવ* ક્યાંય નથી *મધુવનમાં,*
સલવાયો છે *રૂકમણી સાથે* કિચનમાં.

*રાધા* કરે છે વિલાપ *ગોકુલ ટાઉનમાં,*
પરંતુ કેમ કરી ને જવું આ *લોકડાઉનમાં.*

*પહોંચવું* છે ગોપીઓના *મન સુધી,*
પરંતુ રાસલીલા *બંધ* છે હમણાં *જૂન* સુધી.

*માસ્ક* બાંધીને *જતો* રહે હમણાં જ *રાધાના* ગામમાં,
પરંતુ *રૂકમણીએ* બાંધી રાખ્યો છે એને ઘરકામમાં.

*સુદર્શન* કયા વાપરીશ આ ક્યાં કંસ છે...?
*ઘરમાં* રહીને જ *મારી* શકાય આ તો *કોરોનાના* દંશ છે...!

*સખાઓ* નીકળતા *નહી* આવી ધુલાઈમાં,
*માધવ* મળશે તમને હવે *છેક જુલાઈમાં.* 😊


#માધવ

Gujarati Blog by Prem_222 : 111424835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now