આજથી ઘણા સમય પહેલા કડી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ નામે અર્પિતા ચૌધરીએ પોતાના જ પોલીસ સ્ટેશનમાંથી એક વિડીયો બનાવીને Tik tok ઉપર મુક્યો હતો જે ઘણો જ ફેમસ થયો હતો પણ તેને લીધે આ પોલીસ કોસ્ટેબલને ઘણા મહિના નોકરીમાંથી સસ્પેન્સ થવું પડયું હતું પરંતુ આજ તેમને પોતાની ડયુટી ઉપર પરત બોલાવ્યાછે કારણકે લોકડાઉનથી ઘણા પોલીસ કર્મચારીઓની અછત સર્જાયછે તેમજ ઘણા પોલીસ અધિકારીઓ કોરોના વાઇરસના શિકાર પણ થતા હોયછે તે ધ્યાનમાં લઈને અર્પિતા ચૌધરીને ફરજ ઉપર પરત બોલાવી લીધાછે.
અર્પિતા ચૌધરી આથી ખુશ છે ને જણાવે છે કે મને કામ ઉપર પરત બોલાવી ને આવી કોરોના જેવી મારામારીમાં મને સેવા કરવાનું કામ આપ્યુ જે મારુ ફરી અહોભાગ્ય કહી શકાય, છતાંય અર્પિતા ચૌધરીએ પોતાના ટીકટોક ફ્રેન્ડસને જણાવ્યું છે કે મારી કેરીયર ઉપર આનાથી કોઇજ અસર નહી થાય...