જિંદગી કઈ તુફાની સાગરની કસ્તી નથી.
તમારા વિના કયાંય આ નગરમાં વસ્તી નથી.
ચહેરા અનેક ટકરાય છે આ ચહેરા સાથે,
તમારા જેવી કોઈ ચહેરા માં મસ્તી નથી.
કવિતા છે તો જિંદગી જીવવા જેવી લાગે છે,
નહીં તો આ કવિની કયાંય કોઈ હસ્તી નથી.
દિલના જખમ ને કઇ રીતે બતાવું અનિલ,
તમે આપેલી વેદના છે તે કઈ સસ્તી નથી.