"માં"
નાનો હતો હું માવડી હજુ માં' માં' હું કરતો તો
આંગળીયુ માં તારી પકળી
પાપા પગલી ભરતો તો,
મોટો થઈ ને માવડી હું રોજ નિશાળે જાતો તો
લેશન હું જ્યારે નહોતો કરતો
તારો મીઠો માર ખાતો તો,
સંસાર ની મોહ માયા માં પડતો
અંધ થઈ અથડાતો તો,
તોએ તેં દીધેલા રસ્તા માથે ધીમે ધીમે જાતો તો,
દુઃખો તો હજાર આયા
નીડર થઈ ને ફરતો તો,
(કાનો) કહે તારો હાથ માથે
માં એ દીકરો કોઈ થી ના ડરતો તો.
-સ્વરચિત કવિતા રાગ(ઘોડા ગાડી રીક્ષા)