ઈશ્વરે રચના કરી છે જંગલની
સાચવવા પશુ ઓ તથા પક્ષી ઓને
ઓળખ રાખી છે ઈશ્વરે
આને જંગલી પશુ પક્ષી કહેવાય.
જંગલો કાપી રચના કરી છે માનવોએ ગામડા અને શહેરોની,
માનવ મેદની જેમાં ઉભરાય
એકસરખા માનવો માંથી
માનવીના મનની જંગલીયત કેમ ઓળખાય.
ભોગ બની રહ્યાં છે નબળા માણસો
અબળાઓ, સ્ત્રીઓ, નાના બાળકો,
મનના મેલા માનવી ઓની જંગલીયત થી
કાશ ભગવાન પણ આવા માણસો ને ઓળખી
પશુઓ ની ઓળખ સાથે રાખે.
#જંગલી