હૃદયથી બહુ તરફડી છે ઝંખના,
કોરી આંખે બહુ રડી છે ઝંખના.
પ્રેમનો પંથ સાચવવા પ્રભુ સામે લડી છે ઝંખના.
અહીં પ્રેમનું નથી કોઈ સમજ્યું મોલ,
તેથી જ ભીતરથી ભાંગી પડી છે ઝંખના.
શ્યામ ! તે તો ખરી કરી હો,
છે અધુરો પ્રેમ તેમ છતાં,
એની સામે કેવી ખડી છે ઝંખના !
પ્રેમમાં ખોવાયેલું ક્યાં મળે છે કોઈને?
અહીં નસીબદારને ભાગ્યે જ જડી છે ઝંખના.
ઝંખના