#જંગલી
છોડી આ આધુનિક યુગ,
છોડી આ શહેરનું જગ,
ફરી મારે જંગલી થાવું છે
છોડી લાઈટોનો આ પ્રકાશ,
તારાઓના અજવાસમાં મહાલવું છે,
ફરી મારે જંગલી થાવું છે
ખાવું પીવુંને સૂવું કામ ત્રણ કરી,
ચોથી ચિંતા ના પાડવી છે,
ફરી મારે જંગલી થાવું છે
લાગણીઓના ખેલ નહીં,
ને ખોટા સપનાનાં મહેલ નહીં,
માણવા પ્રકૃતિની સુંદરતા,
ફરી મારે જંગલી થાવું છે.
સિમેન્ટ ડામરનાં રોડ નહીં,
મારે તો ધુળીયે મારગ ચાલવું છે,
ફરી મારે જંગલી થાવું છે .
શિષ્ટનો છેદ ઉડાડી, શિષ્ટાચારને ભાંગવો છે,
પહેરી ચડ્ડીને બંડી ડાળે ડાળે કુદાવુ છે,
ફરી મારે જંગલી થાવું છે.
સામાજિક આ માણસ કરતા
તે શિકારી જંગલી સારો છે,
એટલે
ફરી મારે જંગલી થાવું છે.