દિવસ ઢળતો જાય છે.
ધણુ કહેવાનું પણ કદાચ બાકી રહી જાય છે,
આજે બસ મારા પિતાની એ અમી ભરેલી આંખો... અને મારી એ આંખોને વાંચતી નજર..
જેમ અંધકાર સૂરજની રોશની ને છુપાવે છે,
એ જ રીતે એ બાપ-દિકરી બન્ને ની મોટા મોટી વેદનાઓને,
બંનેના એ હસતા નિર્દોષ ચહેરાઓ અને તેમના ચહેરા પરની બનાવટી મુસ્કુરાહટ... આજે વગર કહીએ જ બધુ છુપાવી જાય છે.