આંબેડકર ભગવાન મારો
(ભાવના જાદવ)
જેણે બનાવ્યો સંવિધાન થકી એક આકરો ધારો
ને ઉપાડ્યો મુજ જીવન ઊંચું લાવવા માથે ભારો
એ અખંડ -અજર- અમર મહામાનવ ભીમ મારો
કર્યો સિદ્ધ જન્મારો ને આવ્યો ઊંચો સમાજ મારો
એ વિવિધ દેશો માં ફરીને દેશનો કાયદો સુધારયો
મને ગર્વ છે માનવ પર એ 'સાવજ' આંબેડકર મારો
આપી પાંખો ને છોડ્યો નિજ પછાતપણાનો માળો
ઉડતા ઉડતા આજ પામ્યો મુજ સિદ્ધ જન્મારો મારો
એણે મહિલા માટે લાવ્યો અધિકારોનો સોનેરી ધારો
ના કર્યો કદીક ભેદ એમાં સ્ત્રી-પુરુષ નો સમાન ધારો
મારો સમાજ આ ભારત રત્ન સમાન ચમકતો છે તારો
જેને કારણે છે કોઈ આઇપીએસ, કોઈ આઈએએસ સારો
શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો આપ્યો જેણે નારો
આભડછેટના ગર્ભને છેદી ઉડાડ્યો ગુલાલ એ ભીમ છે મારો
હું ગાઉ ગાથા ગમે એટલી ગાઉ એની ઓછો પડે મુજ જન્મારો
એ મલંગ મહામાનવ આંબેડકર મુક-ભગવાન સમો છે મારો