યાદો ના ખજાના ક્યાં જેવા તેવા સામે ખોલાય છે,
આપણી એ અણમોલ મિલકત બીજા માટે નક્કામી!
કોઈ ના જાણે એ વાત જે મનમાં છુપાવી રાખી છે,
આપણે માનીએ કે ભૂલી ગયા, ક્યાંક સાચવી રાખી છે!
લોકોને થાય સાવ નવરી બેઠી રહી છે,
સાગર ઉલેચાય ભિંતર એ ક્યાં જાણે કોઈ!
વેદનાને વ્યથાની વાતો ક્યાં માંડી ‘નિયતી' ભૂલી ગઈ,
એક દી જાતને આપ્યું તું વચન, હસાવવાના છે લોકોને!
- નિયતી કાપડિયા.