ઉડતા પતંગ ને જોઈ વિચાર આવે મનમાં
કેવા રંગબેરંગી બધા ઉડે છે મોજમાં,
કેટલા ઊંચે જઈ ચડ્યા છે નભમાં,
તોય સંકળાયેલા છે ક્યાક ધરામાં,
કપાવવાનું જ છે એની જાણમાં,
છતાંય કેવા લાગે છે બધા જોશમાં,
જોડાયેલા છે તીક્ષ્ણ ધારદાર રાશમા,
છતાંય પવન સાથે દોસ્તી નિભાવે શાનમાં,
પોતે છે બીજા નાં અંકુશમાં,
તોયે ગણું શીખવે છે એના ભાનમાં,
કોણ જાણે છે એ પતંગ કોઈના ગણમાં,
પણ એની આ લત વસે છે મારા મનમાં,
લાગે છે જાણે આકાશે બેઠો છે એ ધ્યાનમાં
ભૂલ છે તો કરો મને જાણમાં.
બાકી આપડે તો છે પતંગ ની જેમ જ મોજમાં
ઉડતા પતંગ ને જોઈ વિચાર આવે મનમાં
કેવા રંગબેરંગી બધા ઉડે છે મોજમાં.........
ઉડતા પતંગ ને જોઈ વિચાર આવે મનમાં
કેવા રંગબેરંગી બધા ઉડે છે મોજમાં.........
-maishvi panchal