ઉત્કૃષ્ટ અનોખી વાતો કરવી છે આજે મારે,
અદભુત પ્રકૃતિ ની વાતો કરવી છે આજે મારે
અચરજ ભર્યું જગત આ,
અચરજમાં મૂકે છે મને.
વાદળીઓ આવી ક્યાંથી?
પાણી લઈને ઉપર,
તારાઓ ટમટમે છે,
અધ્ધર અવકાશે.
સુરજ ઉગે ને આથમે,
પૃથ્વી ફરે છે ગોળ
ચંદ્રની જુઓ કળાઓ,
જુઓ નક્ષત્રનો નજારો.
બી માંથી થતું વટવૃક્ષ,
જરા વિચારી જુઓ.
પુષ્પોની સુગંધને,
જરા તો માણી જુઓ!
ઈંડુ ફોડીને બચ્ચું,
બહાર આવે જ્યારે.
વિચારતું મન મારું,
શક્ય કઈ રીતે આ?
વિજ્ઞાનીઓ કહે છે,
વિજ્ઞાન છે વિજ્ઞાન આ
પૂછું છું સૌને હું,
નિર્માણ કોણે કર્યું?