#ઉતાવળું
દીકરી કહે પાપા ને
આટલી ઉતાવળ કેમ ?
પ્રેમી કહે પ્રેમિકા ને
આટલી ઉતાવળ કેમ ?
સ્કૂલ ના દિવસો કહે કૉલેજ ને
આટલી ઉતાવળ કેમ ?
જવાની કહે ઘડ઼પણ ને
આટલી ઉતાવળ કેમ ?
ચાંદ કહે સુરજ ને
આટલી ઉતાવળ કેમ ?
મન કહે કુદરત ને
આટલી ઉતાવળ કેમ ?
કુદરત કહે માનવી ને
આટલો અધીરો કેમ ?
-Mahek Parwani