Gujarati Quote in Poem by Jd Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસતો ચહેરો જોઈ લોકો આજે પૂછે છે,
કે મારી આ શું દશા છે....
હું કહું છું કે ...પ્રેમમાં પડવાની આ મજા છે..
વાંક હતાશાની આગળ છુપાયેલ આ હસતા ચહેરા નો નથી...
મોહબ્બત માં પડવાની આ મજા છે...

અરીસામાં ખુદને જોઈ ક્યારેક ચોંકી ઉઠું છું...
પ્રેમમાં પડેલ આ ચહેરાને કોઈકને સોંપી ઉઠું છું...
ખબર ન હતી ને મારી તસવીર આટલી બદલાઈ જશે..
શકલ અને સુરત નો આ કોઈ નવો શણગાર નથી...
પ્રેમ જતાવવાની પણ આ એક મજા છે...

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે...
બધા જાણે છે કે સાચો પ્રેમ કોઈ પાગલ જ કરે છે...
હવે તો હાસ્યપાત્ર બન્યો છું, જમાનાની નજરોમાં...
ફરક આ દુનિયા સામે હસવામાં નથી...
પ્રેમમાં તો પાગલ થવાની પણ એક મજા છે...

હાં, ક્યારેક યાદ આવી જાય છે એ પ્રેમભરી રાતો...
હજુ પણ યાદ છે એ અર્થ વગરની વાતો...
કંઈ જ ઉતાવળ નથી એમને પ્રેમ સાબિત કરવાની...
કસૂર બેવફાઇ નો નથી કે નથી કિંમતી આંસુઓનો...
પ્રેમમાં તો એકલા રડવાની પણ એક અલગ મજા છે...
પ્રેમમાં તો એકલા રડવાની પણ એક અલગ મજા છે...

#ઉતાવળું

Gujarati Poem by Jd Patel : 111393625
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now