ચાલ આ દિલમાં, પ્રેમને લોકડાઉન કરી લઈએ
ને
નફરતને અહીંથી ગેટ આઉટ કહી દઈએ.
થઈ ગઈ જે ભૂલો જાણતા અજણતા
એને માફ કરી દઈએ.
ચાલ આ દિલમાં, પ્રેમને લોકડાઉન કરી લઈએ.
વર્ષોથી રાહ જોઈ રહ્યો છે કોઈ
ભૂલયેલો મિત્ર આજે એણે
યાદ કરી લઈએ,ને
આમ જૂના સંબંધની નવી
શરૂઆત કરી લઈએ
ચાલ આ દિલમાં, પ્રેમને લોકડાઉન કરી લઈએ.
આદત તો નથી જ આપણને આમ
ચાર દીવાલો વચ્ચે બેસી રહેવાની
પણ હવે ફસાયા જ છીએ તો, કૈંક નવા
કામ શીખી લઈએ.
મમ્મીને મદદ ને પપ્પાના કામ કરી
એમનું થોડું વહાલ મેળવી લઈએ,
ચાલ આ દિલમાં પ્રેમને લોકડાઉન કરી લઈએ
નફરતને અહીંથી ગેટ આઉટ કહી દઈએ.
_diya modh