સમાજની ફાનસ
સમાજની ફાનસમાં ઘાસતેલ કેમ ઓછું છે.
હોય જ ને સાહેબ સરકારે બંધ કર્યું છે.
વીજળી બાળોને સમાજમાં પ્રકાશ વધુ તેજ રહેશે અને સમાજમાં ઘર કાળા નઇ થાય.
સમાજમાં જો ઘાસતેલ બંધ હોય તો કાળાં બજારે તો મળેને?ધણું મળે, લાવી લાવી ફાનસમાં ના વાપરે. આ જન્મજાત કાળાં બજારી સમાજને ફરીફરી ઓવું કૂટેલું કોણ ભણાવે?
જવાં દો ફાનસ ને. વીજળીનાં લંઘર નખાવો.
દીવો.દીવાથી ફાનસ.ફાનસથી. વિજળી.
અજવાળિયા અંધાળિયાની આ સમાજમાં ત્રીજી પેઢી! નઈ.
ફાનસના ટમટમટાં અજવાળામાં અને ઝબકતા ગોળામાં કેટલો ફરક?
સાહેબ હવે તો સમાજમાં એલ.ઈ.ડીની માંગણી વધી છે.
અંધાળું વાટે છે અને સમાજ ખાડે.
ફાનસ એનું કામ કરી ગઈ અને આ વિજળી એનું કામ કરે છે.
સમાજ માટે બેંઉ ભલા. એક ઓછા અજવાળે અને એકે ઝાઝાં અજવાળે સમાજને ઉપયોગી રહ્યાં છે.
સમયે સમયે રાત, ને સમય સમયની જ્યોત.
ફાનસ ના લાલ અજવાળે મથેલી સમાજને આજ સફેદ અજવાળે થોડીયે શાંતિ છે!
હશે જ ને સાહેબ માણસે તો પહેલાં દિવાસળી એ આંગળાં બાળ્યાં છે અને અત્યારે તો સમાજ સ્વીચના એક ટટાકે લાઈટ ચાલુ કરી ઉજ્જવલ ઓરડાની મજા માણતો હોય છે.
શું મજા!
ફાનસના ઓછા-કાચા અજવાળે સમાજ આંધળો નહતો અને આજે ઈલેક્ટ્રીક લાઈટમાં પણ સમાજ મોટી મોટી ચાર આંખોવાળો હોવાં છતાંય આંધળો બન્યો છે.
સાહેબ ગર્વ કરો કે આ ૧૧ કેવી વિજળીનાં પ્રતાપે 60 મકાનની સોસાયટીમાં અજવાળું છે.
ખાખ અજવાળું!
ફાનસ એક 10/10ના ઓરડા ને અને સમાજ જ્યારેય ચોક ગામમાં બેઠો હોય ને ત્યારે આખા ગામ ચોકને પ્રકાશિત કરી દેતો હતો.
છે આવું અજવાળું આજ ના સમય માં!
ફાનસ તો થોડાં ખર્ચે મળતું અજવાળું હતુંં અને આ વધુ બળતું, મોટા બીલવાળું તો સમાજના ઘર બાળે છે.
" ફાનસની ઓળખ કેમ ભૂલ.
એના રાતા પીળા અજવાળે ઘર રોશન હતું.
ભલે એક ઘરે, પણ વિજળીના અજવાળે તો પ્રેમનું રાશન ખૂટ્યું."
(ફાનસના પ્રતિક રૂપે આજની ચમકતી સમાજને વ્યંગ દાખવી રહ્યો છું જે સમાજને વ્યાજબી છે કે નહિ.)