#ડિયર_જિંદગી ...!!!
#હૈયાં નું ઝાડ...!!!

આ કેવી વ્યવસ્થા કરી છે તે ?
કોઈપણ અવસ્થામાં તારી સ્મૃતિ ઝળહળે હૈયે.
અંતરના ઉંબરે ડોકાય છે,
ને વળી;
દાદ પણ માંગે...

અહર્નિશ સિંચુ હૈયે અપરંપાર સ્નેહે,
ને;
આંખોમાં ખારાશ બની ઉભરાય છે...

તું જાણે છે?
ઊભરાતી આંખોનાં સિંચન થી ઉગે છે,
હૈયે એક ઝાડ;
તારાં નામનું...!!!

Gujarati Blog by HARSHADBHAI T KOTADIYA : 111390171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now