પહેલુ તે પગલુ ભર્યુ, મને જાણે નવું જીવન મળ્યુ.
તારા દરેક પગલે, મારા ધર-જીવન મા નવો સુવાસ ભળે.
તારા દરેક પગલે, મારા જીવન મા નવો ઉમળકો ને સમૃદ્ધિ ઉમેરાય.
તારા જ પગલે, મળ્યો મને જીવન નો નવો ઉદ્દેશ.
ક્યાં હતી કોઇ ઓળખ મારી, પહેલા તે તારા પગલે મને મળી ઓળખ નવી.
શુ માગું ઇશ્વર પાસે વધુ, તારા જ પગલે જાણે ઇશ્વર મારા ધર મા વસે.
મારી લાડકી નુ સુમધુર કલરવ, મારી લાડકી નુ દરેક પગલુ, જાણે ધબકે હદય નો ધબકાર બની.
પહેલુ તે પગલુ ભર્યુ....
- જતીન
#મારીલાડકી #હેત્સી #પગલું