હે પરમાત્મા ,
જગતની રક્ષા કરજે
તેં જીવન આપ્યું,
તેં જગત આપ્યું.
ને અમે
અમારાં જીવનને સગવડભર્યું કરવાની દોડમાં
તારા જગતને અભડાવ્યું.
ભૂલ કરી છે.
ભૂલ કરવાનાય ..
આવતીકાલે
તું તો કરીશ કૃપા ,
તારા સ્વભાવ પ્રમાણે
ને અમે વર્તીશું ફરી,
અમારા સ્વભાવ મુજબ
ફરી ઉડશે ધૂમાડા
કપાશે વૃક્ષો
બગડશે પાણી
હણાશે ધરતીનું હીર
ખેંચાશે કુદરતનાં ચિર
પણ
તું ક્ષમા કર અમને
સાચવી લે
આ તારી પ્રિય ધરતીને
ને અમને
O Lord ,
Heal the world 🙏
કવિ તુષાર શુક્લ