રાધા રિસાણાં, ને કાના ના મનામણાં,
જોઈને મીરાં ઘેલો પ્રેમ સંગ કાના, રાધા તે રિસાણાં...
રાધા રિસાણાં, ને કાના ના મનામણાં,
મીરાં છે તલ્લીન વિવાહ સંગ કાના, રાધા તે રિસાણાં...
રાધા રિસાણાં, ને કાના ના મનામણાં,
ખાવિંદ છે કાન વણ વિવાહ સંગ મીરાં, રાધા તે રિસાણાં...
રાધા રિસાણાં, ને કાના ના મનામણાં,
વિધવા મીરાં છતા સુહાગન સંગ કાના, રાધા તે રિસાણાં...
રાધા રિસાણાં, ને કાના ના મનામણાં,
વિષ નો કટોરો લાગે અમૃત સંગ કાના, રાધા તે રિસાણાં...
રાધા રિસાણાં, ને કાના ના મનામણાં,
સમજાવે કાન આજ હિલોળે સંગ રાધા, રાધા તે રિસાણાં...
✍️ કવિરાજ