હું છડેચોક આપણા પ્રેમની ઘોષણા કરી દઉં તો?
તો શું આકાશ તૂટી પડશે?
નદી વહેતી અટકી જશે?
માછલીઓ તરવાનું ભુલી જશે?
પક્ષીઓ કલરવ કરવાનું મૂકી દેશે ?
.
ના કદાચ આવું તો નહીંજ થાય,
પરંતુ...
.
આકાશમાં ઉગેલા ચાંદના બહાને તને જોવાનું બંધ થઈ જશે,
વહેતી નદીના કિનારે બેસીને વાતો કરવાનું બંધ થઈ જશે,
તરતી માછલીઓને જોઈને તારું ખુશ થવાનું બંધ થઈ જશે,
કોયલની જેમ તારું ચહેકવાનું બંધ થઈ જશે.
.
હું છડેચોક આપણા પ્રેમ ની ઘોષણા કરી દઉં તો આવું થઈ જશે.
.
તા. 16/03/2020 -© ભરત રબારી
વાર :- સોમવાર (માંગરોળ,જી. જુનાગઢ)
#ઘોષણા