સખીની જોડે ગઈ'તી પાણીડા ભરવા વાટે
સામેથી આવ્યો રે વાલમ કરવાને પ્રીત વાટે
જોવે છે મારા દિલડા એમના રે દિલની હાટે
સામેથી કેમ દેવા દિલડા રે એના દિલની હાટે
કેવી છે જો ને એની પ્રીત વાલી
રોજ આવે છે જોવા મને વાલી
આંખોમા જોયા શમણાં રહેવાના મારી સાથે
સામેથી આવ્યો વાલમ જોડવા એની સંગાથે
કેવો થયો છે ઘેલો જોને વાલી
તો'ય કેમ એ કે'તો નથી વાલી
ગાવા હતા મારે પણ જો પ્રેમના ગીતડાં સજોડે
શર્મિલી હું'ય એવી કઉ ક્યાં કોણ અમને રે જોડે
હવે તો થઈ છું હું પણ ઘેલી
તું જ સહારો, તું જ કર કઈ સહેલી
સખી આવું છું બહાને પાણીડા ભરવા વાટે
સામેથી આવ્યો રે વાલમ કરવાને પ્રીત વાટે
જોવે છે મારા દિલડા એમના રે દિલની હાટે
હવે આપી દેવા છે દિલડા એના દિલની હાટે
-પિયુષ કુંડલીયા