પ્રીત કીજો કૃષ્ણ સરીખી...
નવ કીજો જુઠા આડંબર.. !
અનેક હોય પટરાણી તોય..
નીત હોય રાધાનામ ઉરમાય.. !
મુજ ઉર બળે, મુજ ઉર બળે..
નવ ગાજો એક ગુણગાન.. !
અનેક હોય વેળા વહમી..
તોય રાધા સમક્ષ હસે નંદરાય. !
જુઠા આડંબર કરી...
નવ લાજો પ્રીત નામ !
કીજો પ્રીત કૃષ્ણ સરીખી..
ભજી ત્રિપુરારી નામ.. !
-Ayushiba jadeja