આવી ગઈ એ ક્ષણો જેની હંમેશા રાહ હતી,
તારી સાથે જીવન ભર જોડાવાની દિલ માં ચાહ હતી
હર એક પળ દિલ માં થી નીકળતી આહ હતી
ચાલ હવે જોડાઈ જઈએ જીવન ભર માટે
બાંધીએ એવું બંધન જે ક્યારેય ન ટૂટે
અગ્નિની સાક્ષીએ મંત્રોની ઘોષણા
પૂરી કરી લઈએ આપની જીવન એષણા
એકબીજાના પૂરક બની એ સ્પર્ધક નહિ
એક બીજાની કમીઓ ને પૂરી કરી એ
એને ખોતરીને સંભાળવી નહિ
સહુ થી લાંબુ જીવન બંધન આ તો
જે શ્વાસ સાથે જ છૂટશે
ચાલ હાથ પકડીને એક બીજાનો
એક બીજાને બહેતર બનાવીએ
પતિ પત્ની નહિ દોસ્ત અને એક જોડ બની એ
તકલીફો કોને નથી આવતી ????
એમાં થી સમજણ પૂર્વક બહાર નીકળીએ
જીવન ની પ્રત્યેક ક્ષણ પ્રેમ અને સમર્પણ કરીએ
ઝઘડા કરીએ,રિસાઇ અને મનાવીએ
પણ એને પકડી રાખી ને દુઃખી નહિ થઇએ....
લગ્નમંડપ થી લાકડી લઈને સાથે ચાલવા સુધી
સાથ એક બીજાનો દઈએ....
ચાલ એક થઈ જઈએ.....
#ઘોષણા