📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
*💦ચિંતન*💦
ચિંતન કરું મંથન કરું કે કરું મનોમંથન
હે ઈશ!તને સમજવા હું શું કરું?
નથી સમજી શકતી આ તારી આ ખુદાઈ ને એટલે નત મસ્તકે કરું તને વંદન
નથી સર્જીને છોડી દીધા અમને તે ફક્ત
રાખ્યો અમારી જરૂરિયાતો નો પણ પૂરો ખ્યાલ તે
તે શું નથી આપ્યું અમને?
ઉગવા માટે સવાર આપી તે
ધબકતા રહેવા આપ્યો શ્વાસ તે
મહેકવા માટે આપ્યું હાસ્ય તે
તરસવા માટે આપ્યું રણ
અને વરસવા માટે આપ્યું વાદળ તે
માણવા માટે પ્રકૃતિ નું આહલાદક અને નયનરમ્ય સૌંદય આપ્યું ખોબલે ખોબલે ભરી તે
તીતલી ની સ્ફૂર્તિ
અને મેઘધનુષ્ય ના રંગો આપ્યા તે
પંખી ઓ નો કલરવ આપ્યો તે
કાર્ય માટે દિવસ અને આરામ માટે રાતો આપી તે
ઉજાસ માટે સૂર્ય ચંદ્ર અને તારા ઓ આપ્યા તે
રહેવા માટે વિશાલ ધરતી આપી તે
નથી કોઈ ટેકો તોય અડગ આકાશ રહે છે
તું કેવો છે આર્કિટેક્ચર!
તારી આ કરામત જોઈ ને તો હું તો નત મસ્તકે સો સો શતક કરું તને વંદન
હૃદય અને મગજ જેવા નાજુક અંગો ને
કેવા તે જાળવીને રાખ્યા છે
હૃદય આડે છાતી નું અને મગજ આડે ખોપરી નું કવચ રાખ્યું છે તે
હું તારું ચિંતન કરું તો કઇ રીતે?
હું તો પામર રાહ ભટકેલો મુસાફિર તને પામું કઈ રીતે?
તે તો આપ્યું મબલખ
પણ હું તને શું આપું?
હું તો મોહમાયા માં અંધ
દુનિયા ના પાંજરા માં કૈદ પંખી તારું સમરણ ભૂલી
રાહ ભટકી
તકલીફ માં જ તને સાદ કરું છું
પણ તે ક્યાં કોઈ દી કીધું કે
આજે મેં તને યાદ નથી કર્યો તો તું મને ખાવા માટે અનાજ કે પીવા માટે પાણી કે શ્વાસ લેવા માટે હવા નહીં આપ
કે આજે તને યાદ નથી કર્યો એટલે ઓક્સિજન નહીં આપ
તેમ છતાં તું કેવો દાતાર છો
હું માંગુ ટીપું ને તું સમંદર આપે છે
હું માંગુ સિતારો ને
તું પૂરું આકાશ આપે છે
હું માંગુ એક શ્વાસ ને તું પૂરું આયખું આપે છે
નથી સમજાતી તારી આ પ્રથા
સમજવા તેને હું ખાઉં છું ગોથાં
ચિંતન કરું મનન કરું વિચાર વિમર્શ કરું કે કરું
મનોમંથન
નથી સમજાતું મને એટલે કરું તને વંદન
એટલે કવિતા રૂપી પ્રાર્થના કરું તને અર્પણ
🍂🍃🍃🍃🍂🍃🍂🍃🍃🍃🍂🍃
🌹મિનાઝ વસાયા