યા તો કોઈ શાપ આપી શલ્યા કરી દો,
યા તો પછી સ્પર્શ કરાવી અહલ્યા કરી દો,
હોવાપણું અસ્તિત્વનું ખૂંચે છે ક્યારેક અહીં,
યા તો વહી જતા આંખોના ઝળહળીયા કરી દો...
સિંદૂરીયા થાપા મારી અસ્તિત્વને પાળિયા કરી દો,
યા તો થિજાવી દઈ ભીતર બધું ફરતે સળીયા કરી દો,
આધિપત્યની હાડમારીમાં જાત અદ્રશ્ય થઈ જાય છે,
યા તો એમ કરો સ્ત્રીનું નામ હવે ભીરયા કરી દો...