બાર ગાઉએ બોલી બદલે, લહેકો છોને જુદો તોય વટથી ગુજરાતી;
હૃદયના ધબકારે ધબકીને તળપદી બોલી એજ મારી ભાષા ગુજરાતી.
ક્યારેક બનતી મા જેવી માર્ગદર્શક ,તો ક્યારેક વળી સલાહકાર;
મળી આત્મવિશ્વાસથી છલોછલ સોગાદ એજ મારી ભાષા ગુજરાતી.
ચોપડી ખોલુને આવે સુગંધ જાણે માતૃભૂમિની ભીની માટી માફક,
બસ એટલું સમજુ કે જીવંત છે ને મહેકશે હજી મારી ભાષા ગુજરાતી.
કરચલીઓ પડી ગઈ જાણે આપણા થકી આપણી ભાષા પર, ભાણું ભાવે ગુજરાતી! તો કેમ ન સચવાય
માતૃ સમ માત્ર આપણી ભાષા ગુજરાતી?
-Damyanti mem