કઈક એવુ આપજે આલિંગન મંડાય પ્રેમ વાયરો,
અંબોડેથી છૂટેલે લટનો ગાલે જતાવતો પ્રેમ વાયરો
ધગધગતા અંગાર પર જોબન સળવળતો વાયરો,
હૈયા ધાર પર જામ રેડતો નશાનો મધુરો વાયરો.
કુદરત ખોળે પખાળતો શિતળ ઠંડો હેમ વાયરો,
મુગ્ધ શરીરે સ્વ સરસરાતો ઓશિયાળો વાયરો.
થયો આલિંગને પલડી ભીને વાન આ પ્રેમ વાયરો,
મધુરતા ચાહતે કકડતી આહે લથપથ સ્નેહ વાયરો.
જકડી રખાયો જડબેસલાક ન છૂટ્યો પ્રેમ વાયરો,
પ્રણય બાગે બેઉ પતંગીયા ચુમ્યા આશક્તિ વાયરો.
ખાલીપો છુટ્યો મળી ક્ષણની ટાઢક સવાયો વાયરો,
પામ્યો વિજ મન મહેફીલે સંગ પ્રેમે હરખનો વાયરો.
-Vij@y_prajapati 💕