Gujarati Quote in Poem by Jadeja Ravubha P

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુવો ને આજ હું નવી રીત લઇ આવ્યો છું ,
ગુલાબ ને હું ગુલાબ ના બાગ સામે લાવ્યો છું .
તારા થી સુંદર ગુલાબ હોત તો ચોક્કસ આપત ,
મન મંદિર ના ગુલાબ માટે ખાલી ડાળી લાવ્યો છું .
સ્વીકાર થશે કે કેમ આવી કોઈ આશા વગર જ
ગુલાબ ની દાંડી પર તને બેસાડી ,તને જ આપવા લાવ્યો છું.
બે ઘડી પણ કાફી છે મારા ગુલાબ ને નીરખી ને જોવા ,
પછી અનંત ગુલાબી ખુશ્બૂ તારા ચરણો પર લાવ્યો છું.
ખબર હશે છોડ ના ગુલાબ ને કે સાંજે કરમાઈ જઈશ,
હું તો લાગણી ના ગુલાબ ને પાણી પાવા લાવ્યો છું .
સોડમ થી લઇ ને સત્કાર ની સુવાસ સુધી ખીલતું રહે આપો આપ,
અવની ના હૃદય માં ખીલેલું ગુલાબ બની ને લાવ્યો છું.

Gujarati Poem by Jadeja Ravubha P : 111337830
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now