Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નઝમ : રોઝ ડે / અશોક ચાવડા 'બેદિલ'

ગુલાબદિન છે છતાં હું ઉદાસ છું એમજ

ગુલાબ મારા તને હું ન દઈ શક્યો ક્યારેય
કદીક તું ન હતી તો કદીક હું ન હતો
કદીક આપણી વચ્ચે સમય સમય ન્હોતો
હું માનું કેમ પ્રિયે એ પ્રણય પ્રણય ન્હોતો
ગુલાબદિન છે છતાં હું ઉદાસ છું એમજ

મને છે યાદ તને કેટલી રડાવી મેં
તને છે યાદ મને કેટલો સતાવ્યો તેં
કહે ને યાદ હમેશાં રહે શું અણગમતી
કરું છું યાદ તને વેલ જોઈને નમતી
ગુલાબદિન છે છતાં હું ઉદાસ છું એમજ

કદી મેં આ જ દિને પ્રેમથી તને ખોળી
સમેટી શ્વાસમાં તારી સુગંધને ઘોળી
તને મેં જીતવા કાયમથી જાતને હારી
રહું છું દૂર હકીકતમાં એ અદાકારી
ગુલાબદિન છે છતાં હું ઉદાસ છું એમજ

તને મેં મંત્ર કહીને કરી સજીવન પણ
તને હું મંત્ર પ્રમાણે જીવી શક્યો ન કદી
તને મેં નામ દીધું ગુલ ન દીધું ઉપવન પણ
તને હું કેમ કહું સાવ વ્યર્થ જીવન પણ
ગુલાબદિન છે છતાં હું ઉદાસ છું એમજ

ગુલાબ આજ તને મોકલી નથી શકતો
ગુલાબ સાથ મને મોકલી નથી શકતો
ગુલાબ તું જ સ્વયં મારું તોય ખાલી હું
ગુલાબ કોણ હવે મોકલે સવાલી હું
ગુલાબદિન છે છતાં હું ઉદાસ છું એમજ

Gujarati Poem by Rinku Panchal : 111337582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now