વસંત પંચમી
વસંત નું આગમન જોઈ ગુલાબી ઠંડી ના રિસામણાં શરૂ થયા
સાથે પાનખર ની ઠૂંઠી ડાળીઓ માં કૂંપણ ના વધામણાં શરૂ થયા
કોયલ ના મીઠડા ટહુકે અંબા ના મોર ના આગમનાં શરૂ થયા
ભૂખવાતા વાયરા માં તાજગી ભર્યા પ્રેમ ના સંભારણાં શરૂ થયા
ગગન ની કૂખ માં સૂરજ ના કિરણો માં તડકા ના તાપણાં શરૂ થયા
સોનેરી સવાર માં કેસુડા ના ફૂલો ના અમીછાંટણાં શરૂ થયા
ડાળી પાન ને પુષ્પ માં મોહક રંગોથી પીંછી ના છાપણાં શરૂ થયા
આ વસંત ની ગલીઓ માં અબીલ ગુલાલ ના ઝાપટાં શરૂ થયા