શ્વાસ ચાલે જ્યાં સુધી , જિંદગી છે ત્યાં સુધી,
કોઈ પ્રેમના કોઈ નફરતના, રિશ્તોના બંધન સુધી...
ક્યાંક પોતાના બની જિંદગી બનાવે ખૂબસૂરત,
ક્યાંક પોતાના પણ પારકા બની બનાવે બદસૂરત...
ક્યાંક મળે પ્રશંસા , ક્યાંક નારાજગી નો સાગર,
ક્યાંક મળે સાચી દુઆ , ક્યાંક દુર્ભાવ નો ગાગર...
ક્યાંક ખોટી ખુશામત , ક્યાંક પીઠ પાછળ બુરાઈ પણ....
ભોમિયો બની ચાલતા રહીએ, ભાવ જેવો પ્રભાવ પણ...
રાખી સ્વભાવ માં શુધ્ધતા , પકડી પ્રભુ શરણ...
ઠહરાવ મળે જિંદગીમાં , અંતે થતાં પ્રભુ દર્શન...
દિપ્તીબેન પટેલ "શ્રીકૃપા"