Gujarati Quote in Poem by Dipty Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશપ્રેમની  દાઝ દિલમાં  રાખતાં , ભારતના એ  વીર સંતાન,
દુશ્મનો સામે યુધ્ધમાં , નિભાવવા આપે વચન ભારતભૂમિના.

બની જાઉં હું છું ભારત વીર પુત્ર, ભારતના એ વીર સંતાન,
ગરમી  ઠંડી  ટાઢ  તડકો , શું  ફીકર  સંતાન  ભારતભૂમિના.

પહોંચી  જાઉં  સરહદે માભોમની, ભારતના એ વીર સંતાન,
કરવા  રક્ષા  માતૃભૂમિની, દોડું  દુશ્મનો સામે ભારતભૂમિના.

આંખોમાં  ભરી  દેશપ્રેમની  અગ્નિ , ભારતના  એ વીર સંતાન,
સોગંધ છે આવે જો મોત,હસતાં મોંએ આપીશ ભારતભૂમિના.

સામી  છાતીએ પોતે  લડતાં-મરતાં, ભારતના એ વીર સંતાન,
ફના થૈ  પોતે  આપે સુરક્ષા, સંતાનોને જન્મે જે ભારતભૂમિના.

રાખે  આન-શાન  રાષ્ટ્ર તિરંગાની, ભારતના  એ વીર સંતાન,
બાથ  ભીડવા ઊભા  સરહદે, પડે જો હાકલ ભારતભૂમિના.

ગર્વ  છે એ શહીદ  વીર  જવાનો, ભારતના  એ વીર સંતાન,
સલામ સાથે પ્રણામ આપવા રક્ષા ઊભા ખોળે ભારતભૂમિના.

દિપ્તી પટેલ "શ્રીકૃપા"

Gujarati Poem by Dipty Patel : 111330620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now