મળે જો એક નવી જિંદગી, કરું હું ભૂલચૂક સુધારી,
ચાહત એક આદર્શ જિંદગી, કરું હું પ્રભુ ભક્તિ સુધારી,
ના જાણું દુનિયામાં જિંદગી, કરું હું સમજણ સુધારી,
જાણ્યું છે જે અજાણ્યું જિંદગી, કરું હું આચરણ સુધારી,
સુધારી ખુદને નવી જિંદગીમાં, કરું હું વિનંતી પ્રભુને,
કુપુત્ર હવે સુપુત્ર નવી જિંદગી માં, કરું હું અપનાવી પ્રભુ,
માવતર તમે ના કમાવતર જિંદગી માં, કરું હું શરણું પ્રભુ,
અપનાવી ને ઉગારો નવી જિંદગી માં, કરું હું પ્રાર્થના પ્રભુ.
દિપ્તીબેન પટેલ"શ્રીકૃપા"