જિંદગી જીવાડે અને હું જીવ્યા કરું છું
ખુદને ખુશ રાખવા ખુલ્લી આંખે સપનું જોયા કરું છું
ભરોસો રાખતી નથી કોઈ ઉપર
છતાં ક્યારેક ભરોસો કરીને રોયા કરું છું
જાત સાથે કરી લીધી છે દોસ્તી મેં
બસ પોતાની સાથે ખુશ રહ્યા કરું છું
ઉઠાવી લીધા છે વિશ્વાસ બધા પરથી
મહોરાં પાછળના ચહેરાથી બદલતા રૂખ જોયા કરું છું
જિંદગી જીવાડે એમ જીવ્યા કરું છું.... (રેશમ 💞)