પર્ણ ફૂટયા કૂંપળ ફૂંટી તોય પાનખરે છૂટી જાય છે,
વધુ શુ લિલોતરીની આશા જીંદગી ચાલી જાય છે,
અડધા અડધા અક્ષર લખી ઉભા થઈ જવાય છે,
આખેઆખી કવિતા જડી જીંદગી ચાલી જાય છે,
અંદરના ખળખળતા દરિયે વહાણ ડૂબી જાય છે,
ભીતર ઉછડેલા મોઝાથી જીંદગી ચાલી જાય છે,
મંઝીલ માટે તો રોજ સવારે ઉઠી દોડી જવાય છે,
ઓરતાની આગલી રાતોથી જીંદગી ચાલી જાય છે,
ગોતવા નિકળતા એકલતા આભાસ ગળી જાય છે,
'વિજ' મારગ ભૂલ્યો તોય જીંદગી ચાલી જાય છે,
-વિજય_Vp